છિછોરે ની સફળતા પછી સુશાંતે સાઇન કરી હતી આ 7 ફિલ્મો,પણ આ ફિલ્મો થોડા જ સમય માં છૂટી ગઈ હતી કારણે કે…

બોલિવૂડના જાણીતા યુવા એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી.સુશાંત સિંહ રાજપૂતે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.જેના કારણે આજે આખા દેશ અને બોલિવૂડ ના બસ સુશાંત સિંહ ની જ વાતો ચાલી રહી છે.કોઈ કહી રહ્યા છે કે આ કોઈ પણ આત્મહત્યા નથી પણ આ કોઈ સાજીશ છે.ઘણા લોકો કહીં રહ્યા છે કે આ ડિપ્રેશન ના કારણે થયું છે. ઘણા લોકો તો એવું પણ કરી રહ્યા છે આ મોત ની પાછળ કોઈ મોટો પ્લાન છે.



અને સુશાંત સિંહ ના આ મોત ને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ એના જ સમાચાર ચાલી રહ્યા છે.પણ આ આત્મહત્યા છે કે કોઈ ની સાજીશ એ હજુ સુધી બહાર આવ્યું નથી.અને પોલિસ એની તપાસ કરી રહી છે.અને સુશાંત સિંહ ના મોત થી હર કોઈ પરેશાન છે.આજે દરેક લોકોના મુખે એક જ સવાલ છે કે બોલિવુડનો આટલો સરસ નવોદિત એક્ટર કઈ રીતે આત્મહત્યા જેવું આંત્યંતિક પગલું ભરી શકે. જોકે આ બધા વચ્ચે બોલિવુડમાં બે ભાગ પડી ગયા છે. કેટલાક એક્ટર્સ, એક્ટ્રેસ અને ડિરેક્ટર્સે આની પાછળનું કારણ બોલિવુડમાં સગાવાદ અને નેપોટિઝમને ગણાવ્યું છે.અને સોશિયલ મીડિયા પર એના જોર થી વિવાદ ચાલી રહ્યા છે.



સુશાંત સિંહ રાજપૂતની ઉંમર માત્ર 34 વર્ષ હતી. સુશાંત સિંહ રાજપૂતનો જન્મ તારીખ 21 જાન્યુઆરી, 1986ના રોજ બિહારમાં થયો હતો અને તારીખ 14 જૂન, 2020ના રોજ તેણે મુંબઈમાં આત્મહત્યા કરી લીધી છે. સુશાંત સિંહ રાજપૂતની જાણીતી ફિલ્મોમાં ‘કાઈ પો છે’, ‘શુદ્ધ દેસી રોમાન્સ’, ‘એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેદારનાથ’, ‘છિછોરે’ અને ‘સોનચિડીયા’નો સમાવેશ થાય છે.



સુશાંત એ આત્મહત્યા કરતાં કેટલાંય પ્રકારના દાવા થઇ રહ્યા છે. તેની બહેને કહ્યું હતું કે ભાઇ છ મહિનાથી ડિપ્રેશનનો દર્દી હતો. તેની સારવાર ચાલી રહી હતી પરંતુ થોડાંક દિવસથી તેણે દવા લેવાનું બંધ કરી દીધું હતું. તેમણે આર્થિક તંગીના સમાચારને નકારી દીધા હતા. આ કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે સુશાંતની બોલિવુડમાં દુશ્મનીના એંગલ પર પણ તપાસ થશે.


રાજકારણી સંજય નિરુપમે કથિતરીતે એવું જણાવ્યું છે કે ‘છિછોરે’ ફિલ્મની સફળતા પછી સુશાંત સિંહ રાજપૂતે લગભગ 7 ફિલ્મો સાઈન કરી હતી પણ છેલ્લા 6 મહિનામાં સુશાંત સિંહ રાજપૂતના હાથમાંથી આ તમામ 7 ફિલ્મો જતી રહી હતી. ફિલ્મ ઉદ્યોગની ક્રૂરતાના કારણે સુશાંત સિંહ રાજપૂતે જીવ ગુમાવ્યો છે.


રાજકારણી સંજય નિરુપમે પોતાની ટ્વિટ હિન્દીમાં કરતા લખ્યું કે બોલિવૂડ ફિલ્મ ‘છિછોરે’ની સફળતા પછી સુશાંત સિંહ રાજપૂતે 7 ફિલ્મો સાઈન કરી હતી. પણ, 6 મહિનામાં સુશાંત સિંહ રાજપૂતના હાથમાંથી આ 7 ફિલ્મો જતી રહી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કઠોરતા એક અલગ લેવલ પર કામ કરે છે. આ ક્રૂરતાએ એક પ્રતિભાશાળી કલાકારને માર્યો છે. સુશાંતને વિનમ્ર શ્રદ્ધાંજલિ.પ્રાપ્ત માહિતી મુજબ રાજકારણી સંજય નિરુપમે સુશાંત સિંહ રાજપૂતની અંતિમવિધિમાં હાજરી આપી હતી. સુશાંત સિંહ રાજપૂતે છેલ્લે ડિરેક્ટર મુકેશ છાબરાની ફિલ્મ ‘દિલ બેચારા’ શૂટ કરી હતી કે જે હજુ સુધી રિલીઝ થઈ નથી.



બીજી વાત જણાવી દઈએ કે બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનથી પરિવાર આઘાતમાં સરી ગયો છે. તેના ઘરના બીજા એક સભ્યનું મોત થયું. જે સમયે સુશાંતના અંતિમ સંસ્કાર મુંબઇમાં થઇ રહ્યા હતા ત્યારે બિહારમાં રહેતા તેમના ભાઇની પત્નીનું મોત થયું. રિપોર્ટસના મતે સુશાંતના ગયાના સમાચાર મળતાના સાથે જ તેમણે ખાવા-પીવાનું છોડી દીધું હતું.



દરેક વ્યક્તિના મગજમાં એક જ સવાલ ચાલે છે કે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી? ઘણા લોકો માને છે કે તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સંપૂર્ણ ટેકો નથી મળી રહ્યો. આને કારણે તેણે આ પગલું ભર્યું હતું. નેપોટિઝમ સામે અવાજ ઉઠાવનારી અભિનેત્રી કંગના રનૌતે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકોને ટાર્ગેટ કર્યા છે અને કહ્યું છે કે બહારના લોકોને યોગ્ય રીતે પ્રવેશ આપવામાં આવતો નથી.અને એની સાથે વિવેક ઓબરોય પણ આ મોત નું કારણ બોલિવૂડ ને ઠેરવી રહ્યો છે.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.