સુશાંત સિંહ રાજપૂત કેમ આત્મહત્યા કરવા પર મજબૂર થયો? શુ આ 8 લોકો ના કારણે? પોલીસ કરી રહી છે પૂછપરછ….
મિત્રો જેમકે તમે બધા જાણો છો કે14 જૂનના રોજ સુશાંતસિંહ રાજપૂતે પોતાના મુંબઈ ના બાંદ્રા વાળા ઘરે ગળેફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી 14 જૂનના રોજ તેમના નિધનનું મુખ્ય કારણ તેની હતાશા તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે લગભગ છ મહિનાથી ડિપ્રેસન પર તેની સારવાર ચાલી રહી હતી પરંતુ સુશાંત સિંહ રાજપુત ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગઈ છે અને આ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મા એક વાત સાફ જણાવામા આવી છે કે સુશાંત સિંહ રાજપુત ની હત્યા ગળે ફાસો ખાવાથી થઈ છે પરંતુ પોલિસ આ કેસ ને બીજા એન્ગલે થી પણ તપાસ કરી રહી છે.
બોલિવૂડ સ્ટાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પાંચ તત્વોમાં મળી ગયા છે મિત્રો સોમવારે મુંબઇમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા 34 વર્ષીય યુવક અને સ્ટાર કલાકાર કેવી રીતે આત્મહત્યા કરી શકે છે તેવું કોઈને પણ માનવામાં નથી આવતુ અને આજ કારણે સુશાંત સિંહના આપઘાત કૌભાંડ એ પણ પોલીસને ફસાવી દીધી છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું છે કે ગળેફાસો ખાવાના કારણે તેનું મૃત્યુ થયુ છે પરંતુ પોલીસ આ આત્મહત્યાની વધુ અનેક એંગલથી તપાસ કરી રહી છે પરતુ સવાલ એ ઉભો થાય છે કે સુશાંતને આવું કરવાની જરુર પડી કેમ?
6 લોકો ની તપાસ.
પોલીસ આ હાઇ પ્રોફાઇલ કેસની ખૂબ નજીકથી તપાસ કરી રહી છે અને આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની તપાસ કરવામાં આવી છે અને તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે મિત્રો પોલિસે જે 6 લોકોની તપાસ કરવામાં આવી છે તેમા સુશાંત સિંહની બહેન, તેના બે મેનેજરો, એક નોકર , તેના મિત્ર અને અભિનેતા મહેશ શેટ્ટી અને ચાવી વાળા ની તપાસ કરી છે અને ત્યારબાદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજ્બ મહેશ શેટ્ટીની પૂછપરછ એટલા માટે કરવામાં આવી હતી કારણ કે સુશાંતે છેલ્લો ફોન તેને કર્યો હતો.
હવે પરીવાર ના લોકો પોલિસ ને મળશે.
જ્યાં સુધી પરિવારના સભ્યોની વાત છેત્યાં સુધી માત્ર સુશાંત સિંહની બહેન નુ જ નિવેદન નોંધ્યું છે અને તેના પિતા અને પરિવારના અન્ય કેટલાક લોકો સોમવારે મુંબઇ પહોંચ્યા છે. પોલીસે તેમની ફરિયાદો નોંધવા જણાવ્યું છે પરંતુ ગઈકાલે પરિવારના લોકોએ પોલીસ સાથે વાત કરી નહોતી કારણ કે પરીવાર ના બધા લોકોએ કહ્યું કે અંતિમ સંસ્કાર પછી તેઓ વાત કરશે. આવી સ્થિતિમાં એવી આશા રાખવામાં આવી રહી છે કે મંગળવારે આ તમામ લોકો પોલીસ સામે પોતાના નિવેદનો મૂકી શકે.
બોલિવુડ મા હંગામો.
તમને જણાવી દઈએ કે સુશાંત સિંહની આત્મહત્યા બાદ બોલીવુડમાં અંધાધુંધી ફેલાઈ ગઈ છે ઘણા જાણીતા કલાકારોએ આરોપ લગાવ્યો છે કે જૂના દિગ્ગજો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માં નવા લોકોને પ્રવેશ આપતા નથી જાણીતા દિગ્દર્શક શેખર કપૂરે કહ્યું કે સુશાંત તેમની પાસે આવીને રળતો હતો અને કહેતો હતો કે કારણ કે તે કેહતો હતો કે બોલિવૂડના લોકોએ તેમને નિરાશ કર્યા હતા બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉતે કહ્યું કે તે આત્મહત્યા નથી પરંતુ તે એક હત્યા છે.
તપાસ નો આદેશ.
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આ કેસમાં જણાવ્યું હતું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેણે આત્મહત્યા કરી છે પરંતુ મીડિયાના રિપોર્ટથી તે સામે આવી રહ્યું છે કે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બિઝનેસ હરીફાઈને કારણે આત્મહત્યા કરી છે અને પોલીસ વિભાગ પણ તેની તપાસ કરશે.
Comments
Post a Comment