સુશાંત સિંહ ના મોત ને લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પર ગુસ્સે થયા સૈફ અલી ખાન,આ લોકો એટલી હદે કહ્યું ન કહેવાનું……

આજે આંખો દેશ સુશાંત સિંહ ના મોત ને લઈને હેરાન છે.અને લોકો બોલિવૂડને દોષી માની રહ્યા છે.અને એમના કારણે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કરી છે. અને આજે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પર લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.અને એને લઈને પહેલા કંગતા રણાવતે બોલિવૂડ પર ગુસ્સે થઈ ને ન કહેવાનું કહી નાખ્યું હતું અને એમના સપોર્ટ માં બબીતા ફોગટે પણ આવી હતી ત્યાર બાદ આજે આ મામલે સેફ અલી ખાન બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ના લોકો પર ગુસ્સે થયા છે.એમને કહ્યું છે.


એ જ્યારે સુશાંત ને બોલિવૂડ ની જરૂર હતું ત્યારે એને સપોર્ટ ના કર્યો અને હવે જયારે એ દુનિયા માં નથી તો એને યાદ કરી રહ્યા છે પણ આ એક જાત નો ડોંગ કરી રહ્યા છે સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયા છોડ્યા બાદ હવે સૈફ અલી ખાને દુ:ખ વ્યક્ત કરનારા લોકો પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. સૈફને લાગે છે કે જેમણે તેમની ક્યારેય ચિંતા નથી કરી તે હવે સોશિયલ મીડિયા પર સારા દેખાવાનો ઢોંગ કરે છે. તેમનું કહેવું છે કે આ ખોટા અવાજ બંધ કરીને જે કલાકાર દુનિયા છોડીને જતાં રહ્યા એને સન્માન આપો.અને આજે લોકો એમને ખાલી ખાલી યાદ કરી રહ્યા છે.


સુશાંતની આત્મહત્યાના સમાચારોથી હર કોઈ પરેશાન છે પણ એને મોત ને લઈને સૈફે અલી ખાને કહ્યું છે કે સુશાંત વિશેના આ સમાચાર ઘણા ભયાનક છે,ખૂબ જ ભયંકર.તે ખૂબ જ દુ:ખદ છે.સૈફ પણ આ સમાચારથી નારાજ છે. સૈફ કહે છે, ઘણા લોકો એવા છે કે જે તરત જ ટિપ્પણી કરે છે. મને લાગે છે કે તેઓ આ ઘટનાનો ઉપયોગ તેમના પોતાના ફાયદા માટે કરી રહ્યા છે,પછી ભલે તે દયા બતાવે છે અથવા રુચિ બતાવે છે અથવા રાજકીય મુદ્દાઓ ઉભા કરે છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર નકામી વાતો કરી રહ્યા છે તે ખૂબ જ શરમજનક છે.આમ આ બોલિવૂડ બસ એમનું જ કામ કરી રહ્યું છે.અને બોલિવૂડમાં નેપોટિઝ્મના આક્ષેપો મૂકવામાં આવી રહ્યાં છે.કે બોલિવૂડ માં એક નાનો માણસ આગળ નથી આવી સકતો.



આવું ન કરવાની જગ્યાએ શું કરવું જોઈએ એવા સવાલ પર સૈફ કહે છે કે, સુશાંત સાથે જે બન્યું એના માટે એક દિવસ મૌન રહેવું જોઈએ અથવા આત્મનિરીક્ષણ કરવું જોઈએ. પરંતુ એના બદલે લોકો ખોટો પ્રેમ ઉડાડવા લાગ્યા છે. અને પ્રેમ પણ એવા લોકો ઉડાડી રહ્યા છે કે જેણે ક્યારેય સુશાંતની ચિંતા નથી કરી. એવા લોકો પણ બોલી રહ્યા છે કે જે કોઈની ચિંતા ન કરવા માટે જાણીતા છે.


શું સૈફ આ ઓન રેકોર્ડ કહી રહ્યો છે? આનો જવાબ આપતાં સૈફ કહે છે કે,હા.મારો મતલબ કે આપણે કોઈની ચિંતા નથી કરતાં.આ એક ગળા કાપી નાખનારી સ્પર્ધાત્મક ઈન્ડસ્ટ્રી છે.પરંતુ ખોટો ઢોંગ કરવો એ તમારો દંભ છે. અને મને લાગે છે કે તે કોઈ મૃત વ્યક્તિનું અપમાન પણ છે. જે આત્મા ગયો છે તેના માટે આવા શબ્દો અપમાનજનક છે.


સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મના આક્ષેપો મૂકવામાં આવી રહ્યાં છે. હવે, ડિરેક્ટર અનુરાગ કશ્યપના ભાઈ તથા ફિલ્મમેકર અભિનવ કશ્યપે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર અનેક આક્ષેપો મૂક્યા હતા અને પોલીસને અપીલ કરી છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસની મૂળ સુધી તપાસ કરવામાં આવે. અભિનવે ફેસબુકમાં એક લાંબી પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટ હાલમાં ઘણી જ વાઈરલ થઈ છે.પોસ્ટમાં અભિનવે સલમાન ખાનના પરિવાર, યશરાજ ફિલ્મ્સ તથા ઈન્ડસ્ટ્રી પર આક્ષેપો કર્યાં છે.ભાઈ અભિનવની પોસ્ટ બાદ અનુરાગે કહ્યું હતું કે તેને ભાઈની આ પોસ્ટ સાથે કોઈ લેવા દેવા નથી.


નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા કેટલાક સમયમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. ઇરફાન ખાન અને iષિ કપૂર જેવા દિગ્ગજ કલાકારોનું એપ્રિલ મહિનામાં અવસાન થયું. તાજેતરમાં જ ગાયક અને સંગીતકાર સંગીતકાર વાજિદ ખાનનું 42 વર્ષની વયે અવસાન થયું છે.આ સિવાય વરિષ્ઠ ગીતકાર યોગેશ ગૌરે પણ ગયા મહિને આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.