શુ આ પ્રોડક્શન હાઉસ ના કારણે સુશાંત હતો પરેશાન ?,શુ આ હતું મોત નું કારણ?..બોલિવૂડ ના આ લોકો એ લગાવ્યો આરોપ…
આજે આખા દેશ અને બોલિવૂડ ના બસ સુશાંત સિંહ ની જ વાતો ચાલી રહી છે.કોઈ કહી રહ્યા છે કે આ કોઈ પણ આત્મહત્યા નથી પણ આ કોઈ સાજીશ છે.ઘણા લોકો કહીં રહ્યા છે કે આ ડિપ્રેશન ના કારણે થયું છે. ઘણા લોકો તો એવું પણ કરી રહ્યા છે આ મોત ની પાછળ કોઈ મોટો પ્લાન છે.અને સુશાંત સિંહ ના આ મોત ને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ એના જ સમાચાર ચાલી રહ્યા છે.પણ આ આત્મહત્યા છે કે કોઈ ની સાજીશ એ હજુ સુધી બહાર આવ્યું નથી.અને પોલિસ એની તપાસ કરી રહી છે.અને સુશાંત સિંહ ના મોત થી હર કોઈ પરેશાન છે.આજે દરેક લોકોના મુખે એક જ સવાલ છે કે બોલિવુડનો આટલો સરસ નવોદિત એક્ટર કઈ રીતે આત્મહત્યા જેવું આંત્યંતિક પગલું ભરી શકે. જોકે આ બધા વચ્ચે બોલિવુડમાં બે ભાગ પડી ગયા છે. કેટલાક એક્ટર્સ, એક્ટ્રેસ અને ડિરેક્ટર્સે આની પાછળનું કારણ બોલિવુડમાં સગાવાદ અને નેપોટિઝમને ગણાવ્યું છે.અને સોશિયલ મીડિયા પર એના જોર થી વિવાદ ચાલી રહ્યા છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કરી છે કે,પોસ્ટ મોર્ટમ રિપોર્ટ કહે છે કે સુશાંત સિંહ રાજપુત ગળેફાંસો ખાઈ સુસાઈડ કર્યું છે,કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ઉલ્લેખ છે કે કથિત રીતે પ્રોફેશનલી દુશ્મનાવટના કારણે તે ડિપ્રેશનમાં પણ હતો.મુંબઈ પોલીસ આ એન્ગલની પણ તપાસ કરશે.નોંધનીય છે કે સુશાંત સિંહની આત્મહત્યા મામલે પોલીસ તપાસ કરી રહી છે જેમાં સુશાંતની બહેને કહ્યું છે કે તેની તબીયત ખરાબ હતી પરંતુ આર્થિક રીતે કોઈ જ મુશ્કેલી નહોતી.
કંગના રનૌતે કહ્યું કે આ આત્મહત્યા નથી પણ એક મર્ડર છે.
સુશાંત સિંહ રાજપૂતનું પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ ચૂક્યું છે. તેમને અંતિમ વિદાય આપતા પિતા અને બહેન રડી પડ્યા હતાં. પરિવારની સાથે જ બોલિવૂડના કેટલાક સેલેબ્સ પણ હાજર હતાં. ફેન્સ અને બોલિવૂડ જગત શોકમાં ગરકાવ છે ત્યારે સેલેબ્સ પોતપોતાનો મત વ્યક્ત કરી રહ્યાં છે. કંગના રનૌતે પણ પોતાનો મત રજૂ કરતા કહ્યું હતું કે,’સુશાંત સિંહ રાજપૂતના મોતે અમને હચમચાવી નાખ્યા છે પરંતુ કેટલાક લોકો તેને એ રીતે ચલાવી રહ્યાં છે કે જે લોકોનું મન નબળું હોય છે તે ડિપ્રેશનમાં આવે છે અને સુસાઈડ કરે છે.’ આ ઉપરાંત કંગનાએ પોતાનો ગુસ્સો ઠાલવીને કહ્યું હતું કે આ સુસાઈડ નહીં પ્લાન્ડ મર્ડર છે.
KRKએ લગાવ્યો આરોપ.

એવા પણ અહેવાલ આવ્યા છે કે સુશાંત સિંહ રાજપુતને એક મોટા પ્રોડ્યુસર્સ સાથે વિવાદ થયા બાદ તેમને ધીરે ધીરે ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ હતી. બોલિવુડના દુનિયામાં ચાલતી આ ગપશપનું માનીએ તો સુશાંતને ધર્મા પ્રોડક્શન, યશરાજ ફિલ્મ, સલમાનખાન, દિનેશવિજન, બાલાજી ટી સિરિઝ, સાજિદ નડિયાદવાલા જેવા બેનર દ્વારા બેન કરી દેવામાં આવ્યો હોવાનું અભિનેતા KRK દ્વારા ફેબ્રુઆરીમાં ટ્વિટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે હાલ પણ ટ્વિટ કરીને 6 જેટલા પ્રોડક્શન હાઉસ પર આરોપ મુક્યો છે કે તેઓ જ બોલિવુડને કંટ્રોલ કરે છે.
આવી હતી ડિરેક્ટર શેખર કપૂરની પ્રતિક્રિયા.

શેખર કપૂરે ટ્વીટ કરતા લખ્યું કે,તું જે પીડા અનુભવી રહ્યો હતો તેનો મને અહેસાસ હતો.જે લોકોએ તને કમજોર બનાવ્યો અને જેમના કારણે તે મારા ખભા પર માથું રાખીને આંસૂ વહાવ્યા હતા એ લોકોની કહાની હું જાણું છું.કાશ છેલ્લા 6 મહિના હું તારી સાથે હોત. કાશ તે મારી સાથે વાત કરી હોત. જે કંઈ પણ થયું તે બીજા કોઈના કર્મો હતો. તારા નહીં.
વિવેક ઓબરોયે કહીં આ વાત.
એમને લખ્યું હતું કે તેણે લખ્યું છે કે આજે સુશાંતની અંતિમક્રિયામાં સામેલ થતી વખતે મને ખૂબ તકલીફ પડી હતી. મને લાગે છે કે કદાચ હું તેની સાથે મારો પોતાનો અંગત અનુભવ શેર કરી શક્યો હોત. કમસે કમ હું તેનું દુઃખ હળવું કરવામાં મદદરૂપ થઈ શકયો હોત. આ પ્રકારના દર્દ મારી સફરમાં પણ આવ્યા છે જે ઘણી તકલીફ વાળા અને એકલાવાયા હોઈ શકે છે વિવેકે ઉમેર્યું છે કે,પણ મોત આ તમામ સવાલોનો જવાબ નથી.આત્મ હત્યા ક્યારેય કોઈ પરિસ્થિતિનો ઉકેલ હઈ શકે નહીં.

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મના આક્ષેપો મૂકવામાં આવી રહ્યાં છે. હવે, ડિરેક્ટર અનુરાગ કશ્યપના ભાઈ તથા ફિલ્મમેકર અભિનવ કશ્યપે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર અનેક આક્ષેપો મૂક્યા છે અને પોલીસને અપીલ કરી છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસની મૂળ સુધી તપાસ કરવામાં આવે. અભિનવે ફેસબુકમાં એક લાંબી પોસ્ટ શૅર કરી છે.આ પોસ્ટ હાલમાં ઘણી જ વાઈરલ થઈ છે.પોસ્ટમાં અભિનવે સલમાન ખાનના પરિવાર, યશરાજ ફિલ્મ્સ તથા ઈન્ડસ્ટ્રી પર આક્ષેપો કર્યાં છે.ભાઈ અભિનવની પોસ્ટ બાદ અનુરાગે કહ્યું હતું કે તેને ભાઈની આ પોસ્ટ સાથે કોઈ લેવા દેવા નથી.

આ ઉપરાંત પદ્મશ્રી લોક ગાયિકા માલિની અવસ્થીએ પણ એક એવોર્ડ ફંક્શનનો વીડિયો શેર કર્યો છે. તેમાં શાહરુખ ખાન અને શાહિદ કપૂર સુશાંત સિંહને સ્ટેજ પર બોલાવે છે અને તેની મજાક કરે છે. જોકે આ વીડિયોમાં સુશાંત સિંહ પણ હસી રહ્યો છે. પરંતુ હવે આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે આ સ્થિતિ ખરેખર કોઈપણ વ્યક્તિ માટે ઓકવર્ડ હોય છે. આ ઉપરાંત અનેક બીજા દિગ્ગજ ડિરેક્ટર્સ અને કલાકારોએ પણ કેટલાક સવાલ કર્યા છે જેનાથી બોલિવુડમાં નેપોટિઝમ અંગે ખૂબ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે.
કોઈના મિત્રાએ બોલિવૂડ પર સાધ્યું નિશાન.
એક્ટ્રેસ કોઈના મિત્રાએ વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી તમારો પરિવાર બોલિવૂડ સાથે સંબંધ નથી ધરાવતો ત્યાં સુધી બોલિવૂડ તમને પરિવારની માફક ટ્રીટ નહીં કરે. કોઈને પણ એવું કહેવાનો અધિકાર નથી કે સુશાંત નબળો હતો અને હારી ગયો હતો. બોલિવૂડમાં હવે આર્ટ કરતા વધુ પોપ્યુલર ફેશન અને લાઈફસ્ટાઈલ છે. અહીં નેપોટિઝમ છે અને ઘણાં લોકો તમારું કામ ઝૂંટવી લેવા માટે બેઠા છે.
Comments
Post a Comment