ગેસ ની સમસ્યા થી પરેશાન છો તો કરો આ ઉપાય,તરત જ મળી જશે રાહત
આજે ઘણા લોકો ને ગેસ અને અપચા ની સમસ્યા હોય છે.અને એ લોકો એના માટે ઘણી દવાઓ એ ગોળીઓ નું સેવન કરે છે.પણ એમને જેવું જોવે એવું રિઝલ્ટ મળતું નથી.પણ આજે અમે તમને આ પોસ્ટ માં ગેસ ની સમસ્યા માંથી કેવી રીતે છુટકારો મેળવવો એના ઉપાયો જણાવીશું.
કાળું જીરું અને મેથી.

કાળા જીરા અને મેથી દાણા સમસ્ત વાતરોગો સહિત વાયુરોગમાં પણ લાભદાયી સાબિત થાય છે. આ સમસ્યામાં બન્ને સામગ્રી 2-2 ગ્રામ લઈને ગરમ પાણી લઈને ફાંકી જાઓ. આવું કરવાથી જરુર લાભ થશે.
લીંબુનો પ્રયોગ.

પેટમાં ગેસની સમસ્યા સર્જાય તો લીંબુ તેમા અકસીર સાબિત થાય છે. આ પરિસ્થિતિમાં બે ચમચી લીંબુનો રસ લઈને તેને એક ગ્લાસમાં ભેળવી દો આવું કરવાથી લાભ થશે.લીંબુના રસમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને સવારે ખાલી પેટે પીવો.
અજમાનો પ્રયોગ.

અડધી ચમચી અજમાને દેશી ઘી સાથે તવા પર શેકીને ચાવી ચાવીને ખાવાથી રોકાયેલા વાયુની સમસ્યા દૂર થાય છે. એસિડિટી અને ગેસની સમસ્યા રહેતી હોય તો અજમાનું નિયમિત સેવન કરવું જોઈએ. નિયમિત ન લો તો જે દિવસે વધુ તેલ મસાલા વાળી ચીજો ખાવ એ દિવસે અજમો જરૂર ફાકો. આ પેટમાં મોજૂદ હાનિકારક તત્વોને ખતમ કરે છે.
એરંડાના તેલનો ઉપયોગ.

ગાયના એક કપ દૂધને ગરમ કરીને 3 મિલીલીટર એરંડાનું તેલ નાખીને પીવાથી પેટમાં વાયુની સમસ્યા દૂર થાય છે. તેમજ શૌચને લગતી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. આ પ્રયોગ સૂતા સમયે કરવાથી ઉત્તમ લાભ થાય છે.
આદું.

ગેસ થયો હોય તો આદુના કટકાને ધીરે-ધીરે ચાવીને તેનો રસ ચૂસવાથી 15 મિનિટમાં જ ગેસની સમસ્યામાં રાહત મળે છે, નિયમિત પ્રયોગથી ગેસની તકલીફ દૂર રહે છે
સિંધવ મીઠું.

જો યુક્તિપૂર્વક પ્રયોગ કરવામાં આવે તો સિંધવ મીઠું ઘણા રોગોને સમાપ્ત કરવામાં લાભદાયી નીવડે છે. પેટમાં ગેસની સમસ્યા માટે પણ તે ફાયદાકારક સાબિત થાય છે. એક ગ્રામ સિંધવ મીઠાને બે ગ્રામ દેશી ખાંડમાં ભેળવીને ગરમ પાણી સાથે લેવાથી આ સમસ્યા દૂર થાય છે.
વરિયાળી.

વરિયાળી એસિડીટી ઠીક કરીને પેટને રાહત પહોંચાડે છે. 1 મોટી ચમચી વરિયાળી 2 કપ પાણીમાં ઉકાળી લો અને આ મિશ્રણ દિવસમાં બે-ત્રણ વાર લો. તેનાથી નાના-મોટા આંતરડાને ફાયદો થાય છે. જમવાના 5થી 10 મિનિટ બાદ નાની ચમચી વરિયાળી લેવાથી ફાયદો થાય છે.
Comments
Post a Comment