સુશાંત સિંહ રાજપૂત ના કેશ માં આવ્યો મોટો વળાંક,સામે આવ્યું આ મોટા સ્ટાર નું નામ જાણો..
મિત્રો, ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન એમ.એસ.ધોની પર બનેલી ફિલ્મમા એમ.એસ.ધોની નુ પાત્ર ખુબ જ સુંદર રીતે ભજવનાર બોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે ૧૪ જૂનના રોજ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધુ હતુ. હાલ, તેના નિધનના ન્યુઝ સાંભળીને બોલીવુડ ફિલ્મજગતની દરેક વ્યક્તિ ધ્રુજી ઉઠી છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહી છે.હાલ, કંગના પછી નિર્માતા અભિનવ કશ્યપ બોલીવુડ ફિલ્મજગત અંગેના અમુક ખુલાસા કરવા માટે સામે આવ્યા છે. તેમણે હાલ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમા તેમણે સુશાંતના નિધન પાછળ અમુક બોલીવુડ સિતારાઓને દોશી ગણાવ્યા છે. તેમના મત મુજબ આ લોકોએ તેની ફિલ્મોને ખુબ જ ભારે નુકસાન પહોંચાડ્યુ છે.

તેમણે જણાવ્યુ કે, મારો અનુભવ કંઇ જુદો નથી. હુ પોતે પણ શોષણ અને ગુંડાગીરીનો શિકાર છુ. દસ વર્ષ પહેલા હુ દબંગ ફિલ્મના બીજા ભાગમાંથી ખસી ગયો હતો કારણકે, અરબાઝ ખાને સોહેલ ખાન સાથે જોડાણ કર્યુ હતુ. કારણકે, તેની આખી ફેમીલી મારી કારકિર્દીને નિયંત્રિત કરવા ઈચ્છતુ હતુ. અરબાઝ ખાને મારી સાથે અન્ય પ્રોજેક્ટમા પણ છેતરપીંડી કરી હતી. અમારો એક પ્રોજેક્ટ શ્રી અષ્ટવિનિયાક ફિલ્મ્સ સાથે હતો. રાજ મહેતા સાથે વ્યક્તિગત રીતે આ પ્રોજેક્ટ સાઈન કરવામા આવ્યો હતો પરંતુ, તેને મારી સાથે ફિલ્મ બનાવવા બદલ ભયંકર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હતી.

શ્રી અષ્ટવિનાયક ફિલ્મસને મારે સાઈનિંગ અમાઉન્ટ પરત કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ હુ વાયકોમ પિક્ચર્સમા જતો રહ્યો. તેણે ફરીથી આ પરિસ્થિતિ ઉભી કરી. આ વખતે નુકસાન પહોંચાડનાર તેમના ભાઈ સોહેલ ખાન હતા અને તેણે વાયાકોમના સી.ઈ.ઓ. વિક્રમ મલ્હોત્રાને ડરાવ્યા હતા અને મારા તમામ પ્રોજેક્ટ્સ ખતમ થઈ ગયા હતા અને મારે ૯૦ લાખ વ્યાજ સાથે ૭ કરોડ રૂપિયાની સાઇનિંગ રકમ પરત કરવાની ફરજ પડી હતી. ત્યારે જ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે મને બચાવ્યો અને બેશર્મ ફિલ્મથી મારી સાથે કાયમી ભાગીદારી કરી.

પરંતુ, સલમાન ખાન અને તેની ફેમિલીએ મારી આ ફિલ્મની રિલીઝ પહેલા જ તેના વિરુદ્ધ નકારાત્મક અભિયાન ચલાવવાનુ શરુ કર્યુ હતુ. જેનાથી મારી ફિલ્મ ખરીદવા માટે ડિસ્ટ્રીબ્યુટર ખુબ જ ડરી રહ્યા હતા. આ તો રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને હુ જાતે જ આ ફિલ્મ રીલીઝ કરવા માટે સક્ષમ હતા એટલે પ્રોબ્લેમ નાં થઇ પરંતુ, મારી લડાઈ તો હજી શરૂ થઈ હતી. મારા વિરોધીઓ ઘણા હતા અને તેમણે જ્યા સુધી મારી ફિલ્મ બોક્સઓફિસ પર રિલીઝ થઈ નહી ત્યા સુધી નકારાત્મક અભિયાન શરુ રાખ્યુ.

આગળ તેમણે જણાવ્યુ છે કે, તેમણે આ ફિલ્મના સેટેલાઇટ રિલીઝને પણ ભારે પ્રમાણમા નુકસાન પહોંચાડ્યુ હતુ, જે પહેલાથી જ શ્રી જયંતિલાલ ગડાને વેંચી દેવામા આવ્યુ હતુ. શ્રી જયંતિલાલ ગડા તે સમયે ઝી ટેલિફિલ્મ્સના મુખ્ય એગ્રીગેટર હતા. આ સિવાય પણ મારા ઘણા બધા પ્રોજેક્ટ્સને નુકસાન પહોંચ્યુ અને મને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામા આવી. નિરંતર મળતા માનસિક ત્રાસના કારણે મારે અને મારા પરિવારે ઘણુ બધુ ભોગવવુ પડ્યુ છે.

વર્ષ ૨૦૧૭મા હુ આ માનસિક ત્રાસથી ત્રસ્ત થઈને પોલીસ સ્ટેશનમા એફ.આઈ.આર. નોંધાવવા માટે પણ ગયો હતો પરંતુ, તેમણે ફરિયાદ નોંધવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ, ધમકીઓ નિરંતર આવતા મે પોલીસ કર્મચારીઓ પર આ ફોન નંબર ટ્રેસ કરવા માટે દબાણ કર્યું તેમછતા આ લોકો આ શંકાસ્પદ વ્યક્તિનો પત્તો શોધી શક્યા નહી. મારી ફરિયાદ આજ દિવસ સુધી ઓપન જ છે અને મારી પાસે તેના બધા જ પુરાવા છે.

મારા વિરોધીઓ ખુબ જ તેજ અને હોંશિયાર છે અને હંમેશા મારી પાછળથી વાર કરે છે અને છુપાયેલા રહે છે પરંતુ, સૌથી અગત્યની વાત એ છે કે, મને ખબર છે કે, મારા વિરોધીઓ કોણ છે. તમને જણાવી દઉ કે, તે સલીમ ખાન, સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન છે. હજી બીજા પણ ઘણા લોકો છે પરંતુ, સલમાન ખાન અને તેનો પરિવાર સૌથી મુખ્ય છે. તેઓ કોઈને ડરાવવા માટે તેમના પૈસા, પાવર અને અન્ડરવર્લ્ડ સાથેના સંબંધોનો ઉપયોગ કરે છે. કમનસીબે આ અંગેના પુરાવા પણ મારી પાસે છે અને હુ સુશાંતની જેમ હાર માનીશ નહીં, હું અંત સુધી લડતો રહીશ.
Comments
Post a Comment